જાગ જાગ ગુરુ જ્ઞાનની જીવડા.
તને ગુરુ ગમ જ્ઞાન જગાડે.
...........................................
જેના ઘટમાં ગુરુ જ્ઞાન જાગે.
એનો અહંકાર પલમાં ભાગે..
હું તું તે પરપંચ પર હરી.
જેનું સત વચને ચીત લાગે.ટેક...
દાડી એના ઘટમાં ગુરુ જ્ઞાન જાગે.
સતગુરુ સમર્થ સંત મળીયા.
એના રોમે રોમ રંગ લાગે.
મોહ માયા મમતા મેલીને.
સંત ચરણ પૂજે અનુરાગે.ટેક...
દાડી એના ઘટમાં ગુરુ જ્ઞાન જાગે.
સત્સંગ સભામાં આવી બેસે.
એના અદકેરા આદર આગે.
નિર્મળ નૈણા જેની રેણી આધિંતા
એના હદયમાં હરિવર નિવાજે.ટેક...
દાડી એના ઘટમાં ગુરુ જ્ઞાન જાગે.
ભાવી ભક્તો ભેળા મળે ત્યાં.
શ્રદ્ધા ભક્તિ નો સાર કાઢે.
પ્રેમે પુજે પરીબ્રહ્મને.
દુતિયા ભાવને ત્યાગે.
દાડી એના ઘટમાં ગુરુ જ્ઞાન જાગે.
એક ઈસ્વર હરિગુરું સંત છે.
એના દ્રઢ ચીત્તે નામ એરાધે.
ધીરતા સ્થિરતા અંગમાં આવે.
એવા પ્રભુ ભજે તે પ્રમાણે.
દાડી એના ઘટમાં ગુરુ જ્ઞાન જાગે.
શાંતિ આપનાર સદા સંત સ્નેહી.
જેને મળીયે અહંકાર ભાગે.
અખંડ આનંદ ઉપજે ઉરમાં.
જો સતગુરુ ચરણે ચીત લાગે.
દાડી એના ઘટમાં ગુરુ જ્ઞાન જાગે.
હરી ગુરુ સંતના ગુણ ગાય હેતે.
એને આ શીખામણ સારી લાગે.
અહંકારી નર અકળાય જાશે
ભડકીને છેટા ભાગે.
રહેણીમાં રંગભર રમશું સંતો.
જો અરસ પરસ રંગ લાગે.
મનોહર કહે માનો નવ માનો.
આ દેહના દાવે દલડું દાજે.
...........................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ..