શબ્દે અનુભૂતિ શણગારી રે
તાલ લય છંદો ને સથવારે ....
નિત નવીન ભાવ ઊર્મિ જાગે
સંવેદનો હ્દય તણા સંવારે...
ઘણણણ ઘંટડી રણકી જ્યાં,
તેજોમય ત્યાં શબ્દ મ્હાલે રે..
સણણણ ધૃજે ચિત તૃષ્ણા માં,
કોણ કોને કામનાથી ઉગારે...
મન સ્વપ્નશીલ સ્વૈરવિહારી,
કલ્પના મહીં સદાય રાચે રે..
ગીત ગાતાં રહો ગોવિંદ તણા ,
આનંદ અનાસક્તિ માં ઉગારે..
-મોહનભાઈ આનંદ