રોજરોજ વધતી જાય છે અપેક્ષાઓ આપણી.
ક્યાં કદીએ પૂરી થાય છે અપેક્ષાઓ આપણી.
મનગતિ અવિરત નિતનવું ઝંખનારી હોય છે,
ન થતાં દુઃખ ઉત્પન્ન થાય છે અપેક્ષાઓ આપણી.
બ્રહ્મના બાપની પણ ઈચ્છા અહીં અધૂરી રહે છે,
અતીતમાં આખરે ધરબાય છે અપેક્ષાઓ આપણી
સંતોષ માત્ર શબ્દકોશમાં જ જોવા મળતો શબ્દ,
વ્યવહારે વિકરાળ દેખાય છે અપેક્ષાઓ આપણી
વિષચક્ર અપેક્ષાનું માનવીને અસંતોષ જન્માવતો,
તોય માનવી આશા કર્યે જાય છે અપેક્ષાઓ આપણી.
- ચૈતન્ય જોષી, ' દીપક ' પોરબંદર.