શબ્દો માંહી જો કાણું કોણ ના પાડે ?
કલમ નું છે ભાણું™, કોણ ના પાડે ?
સપના માં હરકત, સ્વૈર વિહારી ની
ધડકી દિલમાં ઉખાણું ,કોણ ના પાડે ?
મોહી ને મન , છેતરાયા જગત માં,
માયા તણું નજરાણું , કોણ ના પાડે ?
હકીકત માં સરકી રહ્યા છો સપના,
ખૂલી આંખ નું વ્હાણુ,કોણ ના પાડે ?
આનંદ અતિરેક નથી ,જો સ્વયંભૂ,
હું માં અનુભૂતિ માણું, કોણ ના પાડે ?
-મોહનભાઈ આનંદ