વજહ ને વજૂદ શબનમી હોય છે
સૂરજના પ્રેમમાં ઝાકળ હોય છે
અંદાજ છે રૂહાની, કેફિયત મહીં,
રહેમત માં કરમ ત્યાં ફક્ત હોય છે
દિલ એ યાર હુશ્ન દિવાનગી તુહી
હસરતોની રવાનગી જ હોય છે
દોસ્તાના એક તું હી નૂરાના જામ,
ખૂશનુમા દિલ સફર બસ હોય છે
આનંદ અકલમંદી જેવું કશું નથી,
અજાણે કોઈક , જાણતું હોય છે
-મોહનભાઈ આનંદ