એક લટાર મારી ભીતરમાં;
હું જ મળ્યો મને ભીતરમાં;
શોધતો રહ્યો મંદિર-મસ્જિદ,
એ રબ મળ્યો મને ભીતરમાં;
કાગળે ટપક્યો છે જે વિચાર,
ધર્બાયેલ હતો જે ભીતરમાં;
હાડ માંસથી બનેલા દેહમાં,
પ્રેમનો દરીયો વહે ભીતરમાં;
જોજન દૂર હોય સ્નેહીજન,
છતાંય એ વસે છે ભીતરમાં;
યાદ આવે છે જ્યારે એમની,
પ્રેમના અરમાં ખીલે ભીતરમાં;
શોધું છું જેમને મારી અંદર,
ક્યારેક તો મળે મને ભીતરમાં!!!
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)