Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી આવડતું ભાઈ-બાપલીયા કરતાં, એટલે રહી ગયા એકલા;
નથી આવડતું જી-હજુરી પણ કરતાં, એટલે રહી ગયા એકલા;

જોવોને આવ્યો છે જમાનો હવે બસ પોતાના જ મતલબનો,
નથી આવડતું મને સ્વાર્થમાં જીવતાં, એટલે રહી ગયા એકલા;

બાળપણના મીત્રો છુટયા ને વહેવારના મિત્રો બસ વહેવારૂં રહ્યા,
નથી આવડતું મને મિત્રો બદલતાં, એટલે રહી ગયા એકલા;

છોડી ગયાં જે મને બીજા માટે, છતાં કરતો રહ્યો શિદ્તથી પ્યાર,
નથી આવડતું મને બીજા પ્યારમાં પડતાં, એટલે રહી ગયા એકલા;

જાણું છું કે મરનાર સંગાથે ક્યારેય કોઇપણ નથી મરતું હોતું,
છતાં, અમે દુનિયાદારી નિભાવતાં રોજે રોજ મરી ગયા એકલા;

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111652837
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now