મહેક મસાલાની ફેલાય,
મન સૌનાં લલચાય!
ધ્યાન સૌનું ખેંચાય,
રાહ જમવાના સમયની જોવાય.
તલપાપડ થાય છે સૌ,
જમીશું આજે મનભાવન.
પણ મિત્રો, આ તો છે મસાલાની મહેક,
સાચી મહેક તો વ્યક્તિત્વની!
ફેલાવો આ મહેક સત્કર્મો થકી,
ક્યારેય ન કરીએ ખોટું કામ,
સાંભળીએ અંતરાત્માનો અવાજ.
ખાઓ સૂંઘી મસાલાની મહેક,
પણ મહેકાવો પોતાનાં
વ્યક્તિત્વની મહેક!
- સ્નેહલ જાની