જો વગોવો જ હોય તો વગોવી નાખ;
લે વલોણું ને હૃદય મારૂં વલોવી નાખ;
બાકી નથી રાખ્યું રડાવાનું જમાના એ,
મળી છે તને તક તુંય મને રડાવી નાખ;
કપડાંની જેમ બદલે છે માણસ સબંધ,
તું પણ આ પ્રેમ સબંધ બદલાવી નાખ;
ફિતરત જમાનાની પાછળ ઘા કરવાની,
તું પણ એકાદ - બે ઘાવ લગાવી નાખ;
કેમ કરીને જીવું તારા વગર ઓ બેવફા?
મારાથી તો નૈ મરાય, તુંજ મરાવી નાખ;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)