આજે મારી માઁ નો પ્રાગટય દિવસ.
મારી માઁ ને કોટી કોટી નમસ્કાર.
🌹🙏🙏🙏🌹
કહેવું મારાં મનને ખુલ્લા દિલે ખોળામાં આવ્યો છું માઁ.
ડુંગરે ડુંગરે ફરવું કહેવી તને બધી વાત આવ્યો હું માઁ.
નિસર્ગનો લૂંટું લાહવો નથી બીજી ચાહ સાચું કહું માઁ.
ભિખારી હું ભૂખ્યો નિર્મળ પ્રેમનો સ્વીકારી લે મને માઁ.
મને જેવો બનાવ્યો તેં રોબ પોશું હજી નિખાર તું માઁ.
તારું ધાવણ સંસ્કારનું નહીં લજવું તારો બાળ છું માઁ.
તારાં આપેલા શ્વાસ લઉં મારામાં કોઈને પરોવું છુંહું માઁ.
ધ્યાન રાખજે "દિલ"નું મારાં ખૂબ નાજુક ઘડ્યું છે તે માઁ.
દક્ષેશ ઇનામદાર."દિલ"..