વ્હાલા દેશ પ્રેમે છલકાવી દીધો,
લો આજે ચ્હેરો મલકાવી દીધો
ઘાવો કેટલાયે , ઝીલી છાતી પર,
કુરબાનીમાં જીવ સરકાવી દીધો.
લૂંટ્યો છે સોના ચાંદીનો ખજાનો,
જો દિલદારી માંહી ઉગારી દીધો.
સપૂતોની શહિદી, એળે ક્યાં ગઈ?
જીવન ઝરમર દિલથી વારી દીધો.
આનંદ ઉજવણી કરી , હોંશ ભેર ,
ધ્વનિ આઝાદી તણો પૂકારી દીધો.
-મોહનભાઈ આનંદ