🌹જય ગુરુ મહારાજ 🌹
સર્વ ઇતિહાસનો સિદ્ધાંત એક છે રે,સમજવી સદગુરૂની સાન
વિપત્તિ આવે પણ વૃત્તિ ન ડગાવવી ને,મેલી દેવું અંતરનું માન
સર્વ...
ભાઈ રે !
પ્રખ્યાતી પાનબાઈ ! એવાની થઈ રે,જેણે શીશ તો કર્યા કુરબાન રે
વિપટ્ટીપણું એના ઉરમાં ન આવે ને,જેને માં'રાજ થયા છે મેં'રબાન રે
સર્વ...
ભાઈ રે !
શીશ પડે પણ એના ધડ લડે ને,જેણે સાચો માંડ્યો સંગ્રામ રે
પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું રે,ત્યારે રીઝે રે પાનબાઈ ! રામ
સર્વ...
ભાઈ રે !
ભક્તિ વિનાના ભગવાન રિઝાય નહિ રે,ભલે કોટી કરે ઉપાય
ગંગાસતી એમ બોલિયાં રે,આપદા ભક્તિ વિના નવ જાય રે
સર્વ...
🌸