ખટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા;
એકનું થાપ્યું બીજો હણે,અન્યથી આપને અધકો ગણે;
અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો. ૩
સમજી રહે તો સઘળો લાભ,કાયકલેશે વાધે ગાભ;
હું માને તો હોય સંતાન,આતમતાનું થાએ જાન;
અખા હરિ જાણી હું ટાળ,જન્મ કોટિની ઉતરે ગાળ
💧💧🔥🔥💧💧