દિન+ચર્યાં=દિનચર્યા.દિનચર્યાનો અર્થ થાય છે આખા દિવસ દરમિયાન કરવામાં આવેલુ કાર્ય.
આપણી આ ભાગદોડવાળી જિંદગીમાં આપણી દિનચર્યા પણ ભાગદોડવાળી થઈ ગઈ છે.
રોજ જ આપણે આપણી દિનચર્યા પ્રમાણે જ કાર્ય કરીએ છીએ. પણ જો આ દિનચર્યા વ્યવસ્થિત ના હોય તો આપણો દિવસ સારો જતો નથી.બધુ જ કાર્ય એને કારણે અસ્તવ્યસ્ત થઈ જાય છે.અવ્યવસ્થિત દિનચર્યાનો અર્થ છે તણાવભરી રાત્રિ.એક વ્યવસ્થિત દિનચર્યાનાં અભાવમાં આનંદ અને ગાઢ નીદ્ધા લેવી એ અસંભવ બાબત છે.એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે પ્રસન્નતા રાજ થી નહી પરંતું કાજથી પ્રાપ્ત થાય છે.સારુ કાર્ય જ આપણને પ્રસન્નતા આપે છે.
દિનચર્યાને વ્યવસ્થિત બનાવવા માટે પોતાનુ કાર્ય સમય પર કરતા શીખો.પોતાનુ કાર્ય પોતાની જાતે જ કરવાની આદત રાખો.આજે વ્યક્તિ આપણને અશાંત, હેરાન, પરેશાન જોવા મળે છે એનું કારણ પણ આ અવ્યવસ્થિત દિનચર્યા જ છે.
કાર્યને સમય પર ન કરવુ અને પોતાનુ કામ પોતાની જાતે ન કરવું યે તણાવ અને માનસિક અશાંતિનું કારણ છે.એને કારણે જ વ્યક્તિનું દિવસનું ચેન અને રાતનું ચેન જતુ રહ્યુ છે.આપણુ દરેક કાર્ય જો સમય અનુસાર થાય તો આપણને સફળતા પણ પ્રાપ્ત થાય છે અને આપણે આપણુ જીવન સુખમય રીતે જીવી શકીયે છીએ.
પોતાની દિનચર્યાનું આયોજન એ રીતે કરો જેનાથી તમે જીવન આંનદમય રીતે જીવી શકો.દરેક કાર્ય સમય સર કરવાથી આપણી દિનચર્યા સારી રીતે કરી શકીએ છીએ. દિનચર્યા સારી રીતે કરવાથી આપણુ જીવન સુખમય રીતે પસાર કરી શકીએ છીએ.
Rajeshwari Deladia