મટકી જ્યાં આંખો ત્યાં પટકી જાય છે,
તૃષ્ણા મન માં ક્યાંક, અટકી જાય છે;
વાણી સુંદર હોય છે સોહામણી જ્યાં
પાછું ક્યારે ત્યાં જો ,લપકી જાય છે;
સરકે આકાંક્ષા ના , વંટોળે જ જીંદગી,
આશા અમર ત્યા જ, ભટકી જાય છે;
મન છે ચંચળ સાચે લટકે માયા મહીં,
કર જો મન લય ત્યારે અટકી જાય છે;
સહજ સ્વાભાવિક જ આનંદી તું છે,
શાને વ્હોરી દુઃખો, ફટકી જાય છે.
-મોહનભાઈ આનંદ