જીરવી જ્યાં શકો એવો બોજ હોય છે,
પ્રેમમાં જો ફુલો ઝાકળ તો રોજ હોય છે.
શોધતાં હો અમૃતમય ,કોઈ રાહ મુક્તિનો,
ત્યારે જીવન માં , કુરબાની મોજ હોય છે.
લાગતી હોય જ્યાં , તાલાવેલી જ્ઞાનની,
શબ્દ કે પ્રાણ માં કોઈ, ખોજ હોય છે
નીકળે છે કુવા થી, પાણી તો રોજ પણ,
ત્યાં વ્યવસ્થા માં જો,નાનો હોઝ હોય છે.
ચમકતો હોય ચ્હેરો, આનંદ માણતાં
કુદરતી ત્યાં નૂરાની એ ઓજ હોય છે
-મોહનભાઈ આનંદ