નારી, તું હિમ્મત કદી ન હારી
તોય થઈ નહી, કદી કદર તારી
એણે ગર્ભમાં ગાળો ખાધી છે, કેટલાંયને મન એ ઉપાધી છે,
એને સમજી ન શક્યું કોઈ કદી, એ જ તો નારીની વ્યાધિ છે
તોય પિતા પતિ કે પરિવારને, જો અપશબ્દ કોઈ કહી જાય,
એ જ ક્ષણે ને એ જ સ્થળે,સમજો એ વ્યક્તિની સમાધી છે
એ પ્રેમની હક્કદાર છે, એને પ્રેમ કરો,
એ સારી છે, કારણ; એ એક નારી છે
- Parthesh Nanavaty