Quotes by Parthesh Nanavaty in Bitesapp read free

Parthesh Nanavaty

Parthesh Nanavaty

@partheshnanavaty9984
(9)

હે સરસ્વતી માઁ,




તારા ચરણોની ચમકતી રજમાં અમે સંસારને રહેતા જોયા છે
તારી આંખોના અખંડ ઉજાસમાં અમે અમૃત વહેતા જોયા છે
તારા ભવસાગર સમા ભાલ પર અમે ભાગ્યના ભોર જોયા છે
તારા સાહિત્ય સંગીત કલાના પ્રભાવ અમે ચારે કોર જોયા છે

આજ રોજ વસંત પંચમીના પાવન પર્વ પર માઁ તને વારંવાર પ્રણામ 🙏🏻🙏🏻🙏🏻

- પાર્થેશ નાણાવટી

Read More

જરુરી નથી, કે દરેક પ્રેમની પુસ્તકમાં "જબ વી મેટ"ના આદિત્ય અને ગીત હોય,
જરુરી તો એ છે, કે દરેક પ્રેમના પાત્રો વચ્ચે હંમેશા અખુટ અને અતુટ પ્રીત હોય

જરુરી નથી, કે સમાજની શરતો હારી જાય અને આપણા જ પ્રેમની જીત હોય
જરુરી તો એ છે, કે આપણા પરિવારની આબરૂ ન જાય એવી પ્રેમની રીત હોય

- પાર્થેશ નાણાવટી

Read More

# Pulwama attack # 14th Feb.
#India strikes back, but not on the back, on the front



શું તમે જાણો છો ભારતના સૈનિકોને "જવાન" કેમ કહેવાય છે ???
કારણ, તેઓ જ્યાં સુધી આપણી સરહદ પર ઊભા છે, ત્યાં સુધી આપણો દેશ પણ જવાન છે.

એક જવાન, જવાનીમાં જ શહીદ થાય છે, એના અરમાનો ને મારી ને, જેથી આપણા અરમાનો ને આંચ ન આવે.
એવા દરેક જવાનોના પરિવારને કોટી કોટી વંદન, કે જેમના વીરો સરહદે ગોળી ખાય છે, જેથી આપણા ઘરોમાં રંગોળી થાય છે.

એટલું સામર્થ્ય સાહિત્યમાં કેમ લાવવું, જે એક સૈનિકની શૌર્ય ગાથા લખે ...

પુલવામાં હુમલાના શહીદ વીર જવાનોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ ...

- પાર્થેશ નાણાવટી

Read More

ચુંબન કરું તારી ચાહતને,
એવી મનમાં ચાહત થાય

મારી ચાહતને તું ચોરી લે,
તો આ મનમાં રાહત થાય

- પાર્થેશ નાણાવટી

Read More

તને એવી રીતે આલિંગન કરું, કે હૈયુ તારું મારા હૈયા સમીપ આવીને પોતાની તમન્નાઓ પૂરી કરે
રોમાંચ અનુભવે તારું રોમ રોમ ને તું સામેથી કહે કે જા, તારા સાથે જીવન વિતાવ્યું હવે કોણ દૂરી કરે

- પાર્થેશ નાણાવટી

Read More

વચન તો ત્યાં અપાતા હોય કે જ્યાં વિશ્વાસની ખોટ હોય
વચન આપવા શેના પડે જો તારો દરેક શબ્દ સચોટ હોય

વચન આપી પણ એ જ શકે જેની વાચામાં સરસ્વતી હોય
વ્યક્તિ વય જાય ને વચન રહી જાય એવું નથી અહીં કોઈ

- પાર્થેશ નાણાવટી

Read More

# કટાક્ષ # હાઈકુ


જરુરીયાત
મોંઘી ને શોખ સસ્તા
થઈ ગયા ને !!!

પૂર્વજો જલ્સા
કર્યા વગરના જ
રહી ગયા ને !!!

ખર્ચ પહેલા
બચત કરો એવું
કહી ગયા ને !!!

- પાર્થેશ નાણાવટી

Read More

સુંદરતા પર જો ટેક્સ હોત,
તો તારા ઘરે રોજ રેઇડ હોત.

મારા મોઢે કોઈના વખાણ થઈ ન શક્યા
તને જોઈને અરમાન મારા રહી ન શક્યા

- પાર્થેશ નાણાવટી

Read More

તકરાર હતી તમન્નાઓ સાથે,
ને કિસ્મત કરામત કરી ગઈ

તારો મારો પ્રેમ મળ્યો,
તો કુદરત કરામત કરી ગઈ

-પાર્થેશ નાણાવટી

Read More

બેરંગ રંક રિવાજોથી, આશિક ઈશ્કનો નહી ડરે
બેસુર વિરોધી સુરોથી, સાજન સ્નેહનો નહી ડરે

સસ્તી શિખામણો સમાજની, એ કદાપી નહી ફરે
બસ આ બે ટંકની તકદીરોથી,કોઠો કર્મનો નહી ફરે

- પાર્થેશ નાણાવટી

Read More