જીવન તો ક્ષણો માં ,માની લેવા જેવું છે
સૂરજ પ્રેમ માં ઝાકળ , કુરબાની જેવું છે;
પલકો પર છે ઝિલમિલ જ્યોતિ સમ જો,
અજવાળાં ભીતર જો કોઈ ફાની જેવુ છે;
આગમન એક આપનું, સદા પહેલી જેવું'ય ,
સદગુણોથી મહેકતી કોઈ ફુલદાની જેવું છે;
દ્રષ્ટિમાં ભ્રમ ત્યાં જો કશું પડછાયા જેવું છે,
દુરથી ભાસતું ઠુઠુ, કોઈ દુશ્મન દાની જેવું છે;
પ્રેમ તો પુર્ણ છે, યુગલ સ્વરૂપે રાધાકૃષ્ણ નો,
દ્વૈતમાં જો લીલા કેવી, દિલો જાની જેવુ છે;
-મોહનભાઈ આનંદ