ખબર નથી કેમ પણ આજે એની બહું જ યાદ આવે છે.
કદાચ આજે એનો અવાજ સાંભળી ને જ મગજ ઘુમરાયા કરે છે.
વાત તો નથી થતી હવે ઘણાં સમયથી,
એણે જ કહ્યું હતું, એની જ ઈચ્છા હતી, બસ હવે વાત નહીં કરીએ.ખબર નથી કેમ....!!!
થોડી તો બદલાઈ ગઈ છે,
પહેલાં જેવી ખુશ નથી,
પહેલાં જેવું અવાજ માં આકર્ષણ નથી,
ચેહરા પર નું તેજ પણ નથી,
પહેલાં જેવું તોફાનીપણુ પણ નહોતું, એની આંખોમાં....
આજે પણ સવાર તો, એણે આપેલી તસવીર થી જ થાય છે.
પણ આજે અચાનક એનો અવાજ સાંભળી ને થોડી વાર માટે બધું જ ભુલાઈ ગયું.
અવાજ તો એનો જ હતો,
ચહેરો પણ એ જ હતો,
તેમ છતાંય કાંઇક તો હતું જે તેનામાં અધૂરપ છોડી રહ્યું હતું.
જાણે ઘણું બધું હોવા છતાં કાંઈ જ નહોતું.
પૂછવું હતું પણ, હાથ એણે જ તો બાંધી દીધા હતા મારા.
ખબર નથી કેમ...
ના.....ના.... પ્રેમ બ્રેમ જેવું કંઈ જ નથી...
હા મેં પૂછ્યું હતું..
પણ સાચું એ છે કે મારે પૂછવું જ નહોતું..એને મારા વિશે, મારા પ્રત્યેની લાગણી વિશે...
બસ એક આદત પડી ગઈ હતી એને છોડવી હતી...
કોઈ પણ સંબંધ બંધાઈ તો સહેલાઇ થી જાય,
પણ એને સાચવવો.....અઘરો થઈ જાય....
ત્યારે એનાં થી છૂટવા શું કરવું? અને એ પણ શરતો સાથે..
સામેની વ્યક્તિની લાગણી પણ ના દુભાવવી જોઈએ...
એને એવું ન લાગવું જોઈએ કે, બસ હવે મન ભરાય ગયું છે...
અથવા તો સામેની વ્યક્તિ માં એટલી સમજ હોવી જોઈએ કે હવે આ સંબંધ ને અહીંયા જ આગળ વધતો રોકી લઈએ..
કદાચ એના માં આ સમજ હતી. એટલે જ એણે ના પાડી દીધી હતી...
પણ હવે એવું લાગે છે કે, મારાં માં એ સમજ આવતાં વાર લાગી..
અફસોસ નથી એને,એને ઘણાં મળી ગયા હશે ચાહવાવાળા...
પણ....હા મને જરૂર છે કે, એક સારો મિત્ર ખોઈ બેઠો હું..
એની તો ખબર નથી પણ, હું તો હરરોજ યાદ કરું છું,
એને હું યાદ છું કે નહીં
એ ખબર નથી.....