સદગુરૂ અવતાર હો તારો આધાર છે,
નિરંકારી બાબા હો તારો આધાર છે,
તારો આધાર મને સંસાર સાગરમાં,
હર૫લ સંભાળ લેજો હો... તારો આધાર છે.
જ્યોત જગાવી તમે જ્ઞાનની જગમાં,
તેજ તણો નહી પાર હો... તારો આધાર છે.
જો કોઇ આવે તારા દ્રારમાં,
૫લમાં થઇ જાય બેડો પાર હો... તારો આધાર છે.
પુરવ પશ્ર્ચિમને ઉત્તર દક્ષિણમાં,
ભરપુર તૂં ત્રણે લોકમાં હો... તારો આધાર છે.
અરજ કરૂં છું તારા દુવારમાં,
દયા કરીને સ્વીકારજો હો... તારો આધાર છે.
રોજ રોજ દર્શન તારા ભક્તોના,
કહે શનું મને આ૫જો હો... તારો આધાર છે.
💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐