ગંગાસતી ની વાણી...૧૮
🍡🍡🍡🍡🍡🍡🍡
કાલકર્મ ને સ્વભાવે જીતવો ને
રાખવો નહિ અંતરમાં ક્રોધ રે
સમાનપણે થી સર્વેમાં વરતવું ને
ટાળી દેવો મનનો વિરોધ રે
કાળક્રમ...
ભાઈ રે !
નિર્મળ થઈ એ જીતવો ને
રાખવો અંતરમાં વૈરાગ્ય રે
જગતના વૈભવને મિથ્યા જાણી ને
ટાળી દેવો દુબજાનો ડાઘ રે
કાળક્રમ...
ભાઈ રે !
આલોક પરલોકની આહ તજવીને
રાખવું અભ્યાસમાં ધ્યાન રે
તરણા સમાન સહુ સિધ્ધિઓને ગણવી ને
મેલવું અંતરનું માન રે
કાળક્રમ...
ભાઈ રે
ગુરુમુખી હોય તેણે એમજ રહેવું ને
વરતવું વચનની માંય રે
ગંગાસતી એમ બોલિયાં રે
એને નડે નહિ જગતમાં કાંઈ રે
કાળક્રમ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻