સવારામ બાપુ ની વાણી
💐💐💐💐💐💐
...........................................
એકતારો અરસ પરસ છે રે.
જોઈ લ્યો વાણી પર રહીયો વાગે.ટેક...
તન તુંબડું મળ્યું માલમી.
કોઈ જોગ જુગતસે જાગે.
સોહમ શબ્દ ઝણકાર થઈ રહ્યો.
હદ બેહદની આગે.ટેક...
નુરત સુરત બે ગમા ગોઠવ્યા.
ત્રણ ગુણના ત્રાગે.
ઓહગકારનું અડંગ ડાંડવું.
જાપ અજંપે જાગે.ટેક...
તન તપાસીને તાર મિલાવો.
જો કોઈ વીરલા જાગે.
મેળ કરશો તો મજા આવશે.
રોમ રોમ રંગ લાગે.ટેક...
સુક્ષમણા નાડી સુર મિલાવે.
નાચે નાથની આગે.
અરથ ઉરધમા અજબ એકતારો.
me વિના ટકોરે વાગે.ટેક...
અમૂલ્ય કિંમત છે એકતારાની.
નહીં મળે મફત માગે.
તન મન ધન જઈ અર્પણ કરજો.
સતગુરુ ચરણની આગે.ટેક...
સઘળે મંદીર સરખો બોલે.
જોવા કોઈ નવ જાગે.
દાસ સવો કહે તજો તંબુરો.
નહિતર પતો નહિ લાગે.ટેક...
...........................................
જય ગુરુ મહારાજ સાહેબ બંદગી..