મહાયજ્ઞ મતદાન
શમ્યા દુદુંભી પ્રચાર દૂષ્પ્રચારનાં
બહુ ઑક્યાં ઝેર, શબ્દઅપશબ્દોનાં
લડ્યા બહુ, વિકરાળ વરૂ જેવા
લડ્યા આખલા, થયા તરુવર લીલા
બહુ ગર્જ્યા ન ક્યારેય વરસ્યા
રાજકારણના ભસતા કૂતરા
ચઢશે સિંહાસને હવે જો
રહેંસાઇ જાશે અબૂઘ જનતા
બન્યા ક્રોડપતિ રોડપતિ હતા જે
છૂટ્યા જેલથી ઉભા ફરી લડવા
ચાખ્યું છે લોહી મીઠું સમાજનું આ
બેશરમને વળી શરમ શેની?
છે લુંટવા કાજે તો લોકશાહી
યજ્ઞોથી અનેરો યજ્ઞ મતદાનનો
અવસર જનતા જનાર્દનનો
રંક મટી રાજા થયા છો
એક દિન કા સુલતાન થયા છો
ભુલી નિજ સ્વાર્થ સુપાત્રે દાન કરજો.
.....કાન્તિલાલ અ.મહેતા.
(“ગુજરાત દર્પણ “ જાન્યુઆરી ૨૦૨૧ માથી સાભાર)