દિલમાં નૂરાની નિગાહ, ફક્ત હોજો,
છલકે ત્યાં દિલમાં,ચાહ ફક્ત હોજો,
ફાવે નહિ આમ પરાયું માનવુ દિલને,
કદમ ચૂમતી ત્યાં રાહ , ફક્ત હોજો.
ભરવા, ઉચાળા નહીં ,બનાવટ માંહી,
સાચે સાચી ત્યાં દાહ , ફક્ત હો જો,
બેફિકર ચાલ્યા જાવ ,પાલવે જ નહીં,
ચિંતા ભરી આહ , દિલ ફક્ત હોજો.
સાચે સાચવો ત્યાં ,સંબંધો રુડી રીતે ,
ખોટી વાતે વાહ વાહ , ના ફક્ત હોજો.
-મોહનભાઈ આનંદ