Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગંગાસતી ની વાણી...૧૧
🍂🍂🍂🍂🍂🍂🍂

વીજળીને ચમકારે મોતી પરોવવું
નહિતર અચાનક અંધાર થાશે
જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ
એકવીસ હજાર છસોને કાળ ખાશે
વીજળી...

ભાઈ રે !
જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઈ
આ તો અધુરીયાને નો'કેવાય
આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો
આંટી મેલો તો પુરણ સમજાય
વીજળી....

ભાઈ રે !
નિર્મળ થઈને આવો મેદાનમાં પાનબાઈ
જાણી લ્યો જીવનની જાત
સજાતી વિજાતિની જુગતી બતાવું ને
બીબે પાડી દઉં બીજી ભાત
વીજળી...

ભાઈ રે !
પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ
તેનો દેખાડું તમને દેશ
ગંગા સતિ એમ બોલિયાં રે
ત્યાં નહિ માયા નો જરીએ લેશ
વીજળી....

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111643951
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now