*જવરલા જાણે રે જુગતી*
✍🏻 *અંબારામ*
🍁🍁🍁🍁🍁🍁🍁
જવરલા જાણેરે જુગતી,...(૨)
માંગે નહીં તેતો મુક્તિ..જવરલા...
જ્યું સાયરમાં બને બંદા એ સબ જળ શક્તિ
બિન ફૂટે ભાસે છે ભેગા એસી બ્રહ્મ ભક્તિ...
પંડે ને બ્રહ્માડે જોતા સર્વગે શક્તિ
ચરાચર ચૈતનની માંહી રહેણી માં રુક્તિ...
ઘણી ને સમજી ધારણ રાખો સુરત રહે ફગતી
અનુભવનું એહી સિદ્ધાંત યોગ તણી યુક્તિ...
અંબારામ કહે હું નહીં તું નહીં શક્તિ મહાશક્તિ
જો કરનાસો મન કી મતલબ જગત અરુ જુગતી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻