જો તપન દિલ, વખાણે જાણે,
દિલની ધડકન , ઉખાણે જાણે.
ખોઇ અસ્તિત્વ ,શબ્દો માંહી,
શૂન્યમાં લય જો , માણે જાણે;
હોય સ્પર્ધાનો,અભિગમ દુનિયા,
જોડતાં મન , સરાણે જાણે;
શબ્દ શૃંખલા , તૂટી અકળ જો,
સ્મૃતિઓ માં, લખાણે જાણે;
નામ આનંદ , ખૂદ બડભાગી,
કોઈ જાણે , અજાણે જાણે.
-મોહનભાઈ આનંદ