Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવતા રહેવું એટલે પરગજુ થૈને જીવવું.
જીવતા રહેવું એટલે આશા સંચારી જીવવું.

કેવળ શ્વસવું એ જીવતાની નિશાની નથી.
જીવતા રહેવું એટલે બીજાની આંખે જીવવું.

દિવસ વીત્યો એ કાંઈ સફળતા નથી હોતી,
જીવતા રહેવું એટલે કોઈના મનમાં અંકુરવું.

ખાવું, પીવુંને માત્ર મોજમજા પશુવત્ ગણાય,
જીવતા રહેવું એટલે ઈશનું ૠણ અદા કરવું.

નાના મોટાના ભેદ ઉંમરને પૈસા થકી મનાતા,
જીવતા રહેવું એટલે કોઈ ઉરમાં ફૂલવું ફાલવું.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111641553
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now