રેતી જ જેવા સરકતા ,એ સમયને દિલદિલ તું જો
ખીલી ઉઠે જોચમનમાં ,કેવાં ફૂલો ખિલખિલ તું જો.
છોને અમાસે ત્યાં શશી , અંધાર માં જાતો છુપી,
આકાશનાં અંધારમાં , તારા જરા ઝિલમિલ તુંજો .
વિપદા અનેકો આવશે ડરવાનું નહિ ત્યાં સંયમી,
જબરા કરી સાહસ તમે,હોવાનું ત્યા હિલમિલ તુંજો .
તક જ્યાં મળે ઉત્સાહથી , પામી જ લેવી એ ઘટે,
ત્યાં બાજ જેવી ઝડપમાં ,હોવાનું ત્યાં ચિલચિલ તુંજો .
છોડી તું જો સંસાર નો , આનંદ છે ક્ષણો મહીં ,
માયા મહીં જોને ફસી , મરવાનું ત્યાં તિલ તિલ તું જો .
-મોહનભાઈ આનંદ