Gujarati Quote in Blog by Ansh Rathore

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભમરી વિષે થોડા સમય પહેલાં જોરાવરસિંહ જી જાદવ નો એક લેખ આવેલ તેમાં તે લખે છે

શાલીહોત્ર શાસ્ત્ર માં અશ્ર્વ ના અંગ માથે 96 જગ્યા એ 113 જેટલી ભમરી ઓ હોય છે એમ બાલીયાજી એ બતાવ્યું છે ,
આ 96 માંથી 20 જગ્યા ની ભમરી શુભ ગણાય છે . 76 ઠેકાણે ની ભમરી ઓ અશુભ ગણાય છે . અશ્ર્વ ના અંગ ઉપર કેડ , નાક , કાંધ , નેત્ર , ઘૂંટી , પડખા ના ભાગ માં ગાલે કાન ના આગળ ના ભાગમાં પાંસળીઓ પર કાખ (બગલ) માં પૂંછડા ના મૂળ માં હોઠ ઉપર મીંડમાં આંસુઢાળે ગુંદા નીચે ગુંદા ની ઉપર ના ભાગમાં પીઠના ભાગમાં કવા ઉપર ઉપલા હોઠ માં જડબાના નીચલા ભાગમાં વાંસામાં માથાના મધ્ય ભાગમાં કાન ના મૂળના ભાગમાં તંગ નીચે પેટાળની લીટી ઉપર સાથળ, સ્તન અને પગ ની વચમાં !
અશ્ર્વો ના જાણકાર અશ્વો ખરીદતા પહેલા શુભાશુભ ભમરી ઓની તપાસ કરી ને પછી અશ્ર્વો ખરીદે છે ,
શાલીહોત્ર શાસ્ત્ર અશ્ર્વપરિક્ષા ગ્રંથ માં અશ્ર્વો ની શુભ અશુભ ભમરી ઓ એના માલીક ઉપર શું અસરો કરે તે જાણી ,
અશ્ર્વ ના બાહૂ (આગળના પગના મૂળ) ઉપર મધ્યભાગ માં ભમરી હોય અને તે અશ્વ પાણી પીએ ત્યારે ચલિત થતી હોય તે “દેવમણી” કહેવાય તે શુભ ગણાય ,
દક્ષિણ તરફ ફરેલી ચાર ભમરી ઘોડાની છાતી ઉપર હોય તેને “શ્રીવૃક્ષ”
કહેવાય છે તે શુભ ગણાય .
જે ઘોડા ની પીઠ ઉપર બે ભમરી છૂપાયેલી હોય તે “અંગદિ” કહવાય છે તેના ઘણી ને દુ:ખ રહીત અને અવિચળ આંનદ આપે છે ,
કંઠ ઉપર ભમરી હોય તો તે અશ્ર્વ “રોચમાન” કહેવાય તેના ધણી ને અપાર સંપતિ અને ખૂબ મિત્રો પણ મલે ,
જયાથી કેશવાળી શરૂ થાય તેના આગળના ભાગમાં બે ભમરી હોય તે શુભ ગણાય તેનો ધણી લાંબૂ આયુષ્ય ભોગવે છે ,
અશ્ર્વના મીંડ (આઉ) માં બે ભમરી હોય તો તેનો ધણી યશ પ્રાપ્ત કરે છે ,
જે અશ્ર્વ ના કાનના મૂળમાં ભમરી હોય તે ” વૃષભ” નામનો અશ્ર્વ શુભ ગણાય,
શ્રૃવા (કાન) માં છૂપાયેલી બે ભમરી દક્ષીણ તરફ ફરેલી હોય તો તેનો ધણી શત્રુ ઉપર વિજય મેળવે ,
અશ્ર્વ ના લલાટ માં નિ:શ્રેણી હોય તે શુભ ગણાય ,
ડાબી તરફ ફરેલી ચાર દિશા ની ભમરી ઘોડાના લલાટ માં હોય તે શુભ ગણાય
કવા થી માંડી મૂખ સૂધી અશુભ ભમરી ન હોય તે અશ્ર્વ સવઁ ભોગ્ય પદાથઁ ની પ્રાપ્તી કરાવે છે ,
અશ્ર્વ ના સાથળ વિશે બે ભમરી વળેલી હોય તે અશ્ર્વ “ઉધ્વઁમેખલી” તરીખે ઓળખાય છે તેના ધણી ને સૂયશ સૂખ માં વૃધ્ધી કરાવે છે ,
ધ્રૃવ નામની દસ ભમરી પોતપોતાના સ્થાન માં હોય અને જમણી બાજુમાં ઢળતી હોય તો તે “ગજજાતિ” શ્રેષ્ઠતા સંપન્ન ગણાય છે
, આ વાત થઇ શુભ ભમરી ઓની

Gujarati Blog by Ansh Rathore : 111636300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now