દાસીજીવણ સાહેબની વાણી...૪૦
🐾🐾🐾🐾🐾🐾🐾
રામ ભજવાની રીતુ રે,મારે પ્રભુ ભજવાની પ્રિતું રે
ઓધા મંદિર આવજો
જોઈ જોઈ ને ઓરીએ જાતુ,બીબા વિના ન પડે ભાતું
ભાર ઝીલે ભીતું રે
ઓધા...
આવો તો વાલમ કરીએ વાતું,તમ વિના નથી રેવાતું
આવી મળ્યું છે એકાંત્યું રે
ઓધા...
દાસી માથે શેનો છે દાવો,મંદિર મારે ના'વે માવો
આવડો શો અભાવો રે
ઓધા...
દાસીજીવણ ની ભાંગી ભ્રાતું,ભીમસાહેબે દીધી દાતું
ત્યારે વરસી'તી સુ'વાતું રે
ઓધા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻