🌹ભજન =(4)🌹
એવો કોલતો કરી આવ્યો રે,બોલ તો તારો નવરે પાળ્યો રે જી
એજી સાચા દીલે સરયૉ નહિ સરજન હાર.....ટેક
એવી ભુલતો થઈ ભારી રે, આંટો તારો અફળ થયો રે..જી..
એજી દીન દીન કીધાં,તેં દુકૃત કામ... એવો કોલ તો (1)
એવા જનમ સંઘાતી રે, પ્રભુને જાણ્યા નહિ રે.. જી..
એજી સમજ્યો નહી સંત પુરૂષની સાન.. એવો કોલ તો (2)
એવી માથે ભય છે મોટી રે, મુરખ જોને મરવા તણી રે.. જી..
એજી તેને રે તું તો ટાળી ન શક્યો તત્કાળ..એવો કોલ તો (3)
એવા ચરણ ન સેવ્યા રે, સીતાપતિ શ્યામ તણા રે.. જી..
એજી એળે ખોયો મનુષાજન્મ મહાન..એવો કોલ તો (4)
એવા સુતવિતદારા રે, કલ્યાણ તારૂં નહિ તો કરે રે.. જી..
એજી તે તો તુને ,જમપુરીમાં લઈ જાય..એવો કોલ તો (5)
તેથી વારે વારે કહું છું રે, વિચારી જોને વળી રે.. જી..
એજી રે તું તો સત્સંગ કરી લે સદાય..એવો કોલ તો (6)
એવા નુરતે ને સુરતે રે, નિરંતર નિહાળજે .રે..જી..
એજી નૈણે કરી નિરખજે નંદકુમાર.. એવો કોલ તો (7)
એવા સુખરામ કહે છે કે સોહંમ બ્રહ્મ સાધજે રે.. જી...
એંજી જાશે તારો, જનમ મરણ જંજાળ..એવો કોલ તો (8)
🌹🙏🌹જય શ્રી સુખરામબાપુ ની 🌹🙏🌹