કાશ કોઈ સમજવાવાળું હોત કે,
હું પરેશાન છું, નારાજ નહીં..
મને સાંભળે, મનાવે નહીં..
કાશ કોઈ એવું હોત જે,
સન્નાટા પાછળનો ઘોંઘાટ સાંભળી શકત..
ખોટી મુસ્કાન પાછળનું રુદન સાંભળી શકત..
કાશ કોઈ જાણી શકત કે,
દિવસે તો દર્દ પર ખોટું હાસ્ય હાવી થઈ ગયું.. પણ
રાતનાં અંધકારમાં આવેલ આંસુ છેક અંદર સુધી તોડી ગયું..
કાશ આજે કોઈ મારું હોત...
જે વણમાંગી સલાહ નહીં પણ, હાથ પકડી હોંસલો આપત..
તો આજે હાલ બયાન કરવા કલમનો સહારો ન લેવો પડત..