પ્યાસી નજર તણો ,ઇન્તેજાર ખાસ છે,
આંખો મહીં જો , રિસ્તેદાર ખાસ છે.
ચૂપચાપ ત્યાં જો, ફરિયાદી રાવ રાવ છે
વાદીની જો જવાબી કિલ્લેદાર ખાસ છે.
માફી મળી જવાની ,ચોક્કસ ક્યાં કહે ?
શરણે છું ત્યાં જો, દિલ્લેયાર ખાસ છે.
જો ને ભુલી ગયો , ભ્રમિત મનને કારણે ,
તારા જ કર્મ ત્યાં , હિસ્સેદાર ખાસ છે.
આનંદ છે પ્રકૃતિ માંહી, સહજ ભાવ માં,
વૃત્તિ જ મનની , જિમ્મેદાર ખાસ છે.
-મોહનભાઈ આનંદ