આધુનિક પ્રગતિ આપણને વધારે મૂરખ બનાવે છે...
🤔 ટોયલેટ ધોવા માટે અલગ હારપિક..
🤔 વળી,બાથરૂમ ધોવાનું અલગ..
🤔 ટોયલેટની દુર્ગંધ દૂર કરવા માટે ખુશ્બુ ફેલાવનારી ટિકડી પણ ટીંગાડવી જરૂરી..
🤔 કપડાં હાથથી ધૂઓ તો અલગ વોશિંગપાવડર અને મશીનમાં ધૂઓ તો ખાસ પ્રકારનો પાવડર (નહિતર તો વોશિંગમશીન બેકાર)
🤔 અને હાં કોલરનો મેલ કાઢવા માટે વ્હેનીશ તો ઘરમાં હશે જ..
🤔 હાથ ધોવા માટે નહાવાનો સાબુ ના ચાલે.. લિકવિડ જ યુઝ કરો,
😜 સાબુથી તો કિટાણું ટ્રાન્સફર થાય છે..(આ તો એવી વાત છે કે કીડા મારનારી દવામાં જ કીડા પડી ગયા)
🤔 વાળ ધોવા શેમ્પુ જ પર્યાપ્ત નથી..કંડીશનર પણ જરૂરી છે..
🤔 પછી, બોડી લોશન,ફેસવોશ,ડિયો હેર જેલ, સનસ્ક્રીન ક્રીમ,સ્ક્રબ,ચામડીને ગોરી કરનારી ક્રીમ તો ખાસ ભૂલતા નહિ હો..
🤔 અને હાં (દૂધ જે પોતે જ શક્તિવર્ધક છે)એ જ દૂધની શક્તિ વધારવા હોર્લિક ભેળવવાનું ભૂલતા નહિ..
🤔 મુન્નાનું હોર્લિક અલગ, મુન્નાની મા નું હોર્લિક અલગ, મુન્નાના બાપા નું હોર્લિક ડિફરન્ટ..
🤔 શ્વાસમાં જો દુર્ગંધ આવે તો મીઠાંના કોગળા નહિ ચાલે,, મેડિકલ ના માઉથવોશ થી કોગળા જરૂરી છે...
😜😜😜
તો શ્રીમાનજી જરાક વિચારો !
🤓 10-15 વરહ પેલા જે ઘરનો ખર્ચો મહિને 5000 ₹ હતો..આજ એવા ઘરમાં ખર્ચો 25000 ₹ને પાર પહોંચી ગયો છે...આમાં બધો દોષ મોંઘવારીનો નથી.. અમુક આપણી બદલતી વિચારધારા અને રાતદિવસ T.V. ઉપર આવતી જાહેરાતો નું પરિણામ છે..
હજી વિચારો..
🧐 અને બની શકે ત્યાં સુધી સીમિત સાધનોની સાથે સરળ અને સ્વસ્થમય જીવનશૈલી અપનાવો...