દરેક સવાલનો જવાબ ના હોય;
દરેક જવાબનો સવાલ ના હોય;
મિત્રો સાથે માણી હતી જે ક્ષણો,
કરી જો એનો હિસાબ ના હોય;
પ્રેમ, સુખ-દુઃખ કે હોય દર્દ પરંતુ,
લાગણી વિનાની કિતાબ ના હોય;
જીંદગી એક કાંટાથી ભરેલી સફર,
નૈ મળે પથ જેમાં અજાબ ના હોય;
પહેરીને ફરે હરકોઇ અહીં મુખૌટાં,
દિલ જ છે જેના પર નકાબ ના હોય;