થયું થોડું પગરવ લાગ્યું કે તું આવી;
થયું જરા કલરવ લાગ્યું કે તું આવી;
પલકે પાથરીને બેઠો તારી રાહ પર,
થયું કાંઈ સરવળ લાગ્યું કે તું આવી;
દિલ પણ ધડકે છે યાદ પર તારી જ,
દિલ માં થૈ હલચલ લાગ્યું તું આવી;
સંભળાય છે આહટ કાને જાણીતી,
ઝાંઝર થૈ ઝણઝણ લાગ્યું તું આવી;
આંખો પણ હવે વહાવે છે અશ્રુધાર,
નીર વહે ખળખળ લાગ્યું કે તું આવી;
તારા ફિતુર નો ઉતાર પણ તું જ છે,
થાશે સરભર એકવાર જો તું આવી;
ઠગારી નિકળી મારી હર એક તમન્ના,
શોધું તને પળ પળ પણ તું ના આવી;
જનમ મરણ છે ઈશ્વર હાથ "વિએમ"
થાશે ચોક્કસ મરણ જો તું ના આવી;