Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુઃખના ઢગલામાંથી સુખને શોધવાનું આપણે.
ને ચપટી સુખને ફરીફરીને ચગળવાનું આપણે.

આશા એ જ તો જીવન છે; નિરાશા મૃત્યુ સમી,
ગઈ ગુજરી નબળી ક્ષણોને ભૂલવાનું આપણે.

આખરે તો છીએ અતિથી ઈશ્વરનાં આંગણાંના,
બે ચાર કામ સારાં કરીને હરખવાનું આપણે.

ના કોઈ નાનાં કે ના કોઈ મોટાં અવની પટલમાં,
કાર્યોથી મહાન વ્યક્તિને સમજવાનું આપણે.

ઈશ પણ બધે ના પહોંચી શકે નિમિત્ત બનાવે,
સારા આચારવિચારને કૃપા ગણવાનું આપણે.

છોડો ચિંતા આવતીકાલની; આજ સુધારીએ,
આખરે મનુષ્યાવતાર સાર્થક કરવાનું આપણે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111620308
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now