સમજ ગુરુની ન હતી જયારે
અવળા માર્ગે હું હતો
સુલટાવી એ સમજ મારી
ઈશારો ગુરુગમ નો હતો
હતી આ દોરંગી દુનિયા
તેમાં હું રંગણો હતો
રંગારો બનીને આવ્યો એ રાહ મારો પલટાવ્યો હતો
ખારો દરિયો આ સંસારનૉ
અધર અમીરસ ગુપ્ત હતો
મીઠાશ આપી અમી બુંદની
પ્યાસ અંતરની બુઝવતો હતો
દુનિયા સમજે કે ના સમજે
ગુરુ ગુણ ગુપ્ત ઈશારો હતો
બની જિજ્ઞાસુ ધારણ કર્યો
વિવેક વિચારે વરતાતો હતો
બને કોઈ કાયાનૉ ખોજી
વેદ ભેદમાં પોતે હતો
રહી ના આશા હવે કોઈની " બાળક " બોધ ગુરુ નૉ હતો...