કાયાનો ઘડનારો ઘટમાં જી, ઘડનારો ઘટ માંય
હરિવર કોઈથી જાણ્યો ન જાય...
તીખું ને તૂરું જાણનાર, એક જીભ મુખ માંય
હોઠ છેટાં હોય તો, એક શબ્દ ન બોલાય...
શ્વાસ રે છે ચાલતો કહો, કોણ ઊંઘી જાય
આંખ નીરખે બ્રહ્માંડ આખું, જોનાર જોયો ન જાય...
~ પૂજ્ય કવિ શ્રી કાગ બાપુ