શરત સામે મૂકીને તું પ્રેમ ના કર.
પરત ચાહ રાખીને તું પ્રેમ ના કર.
નથી આ હિસાબ કે સરભર થાય,
તરત આશ રાખીને તું પ્રેમ ના કર.
છે નાથવાની અપેક્ષા આપણે તો,
ગતાનુગત સમજીને તું પ્રેમ ના કર.
એકમેકના ઉરમાં વસવાનું હોયને!
એક છત નીચે જાણીને તું પ્રેમ ના કર.
નથી એ વિષય વર્ણનનો કે હું કહું,
શીશ નત ઝૂકાવીને તું પ્રેમ ના કર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.