આજ મારે દિન દિન દિવાળી રે
દીવડા પ્રગટાવીયા ઘર આંગણે રે
મઠિયા-ચોરાફળી ની આજે મિજબાની રે
સુંદર મજાની રંગોળી પુરી ઘર આગણે રે
કોઠી ચકેડી ને ફૂલઝડી ફોડી રે
હવાઈ ને રોકેટ થી કરી દિવાળી રે
સુંદર પરિધાન આજ પહેરિયા રે
દેવ થી લઇ વડીલો ના આશિષ લીધા રે
ઘૂઘરા થી ગળિયું કર્યુ મોઠું રે
આજ મારે દિન દિન દિવાળી રે
-Keyur Patel