નિજ નામને પ્રથમ સમરુ
✍🏻 સંત ઉકારામ
🌱🌱🌱🌱🌱🌱🌱
નિજ નામને પ્રથમ સમરુ,હરદમ હજુરમા હરિ હરિ...
નાભિ કમળથી સુરતા ચાલી,અમર પિયાલા પીધા ભરી
શ્વાસો શ્વાસે જાપ અજ્પા,જપી લે મનવા હરિ હરિ રે...
મુળ કમળ તો મધ્યમા રાખી,સિધ્ધાસન તો સહેજે કરી
નુરત સુરતથી કરી સમરણી,ધીરજથી કાઇ ધ્યાન ધરી...
ઇંગ્લા પિંગલા ઉલટી ચાલી,સુક્ષમ્ણાઍ શ્વાસા ભરી
આતમ જ્યોતિ જાગી ઝરુખે,ઓહ્ં સોહ્ં પર માળા ફેરી...
ખુલ ગઈ ખડકી લગી કૂંચી ઘરકી,સમજ રહી ત્યા સુરતા મેરી
દશમે દ્વારે દરશા દેવળ,આપ મે આપ સાન કરી...
ઉન્મુખ હુઆ સન્મુખ હુઆ,નિર્ગુણ જ્ળ તો પીધા ભરી
સત્ય સ્વરુપિ સાહેબ દેખ્યા,નિગમ નગારે ઘાવ કરી...
' ઉકારામ ' ગુરુ સુખરામ ચરણે,ઘટોઘટ બેઠો આપે હરિ
હદ બેહ્દ અનહદ ઉપરે,અગમ ઘાટ જોયો ફરી....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻