પહાડ પર વરસાદ પડે ત્યારે બધુજ પાણી વહી જાય છે. પણ ઊંડી ખીણમાં વરસાદ પડે ત્યારે એ પાણી થી ભરાઈ જાય છે. આપણે ખીણની જેમ ખાલી રહેવાનું છે. આપણી અંદર છે ઘમંડ, ઈર્ષા,સ્વાર્થ,ગુસ્સો બધું કાઢી નાખવાનું છે. એકદમ ખાલી મન પછી તમે જોજો એ મન પ્રેમ થી ભરાઈ જશે.
જો તમે પહાડની જેમ ટટ્ટાર થઈને ઉભા રહેશો તો તમારો આત્મ અહંકાર તમને ક્યારેય પ્રેમ નહીં પામવા દેય. પ્રેમ પામવા માટે અહંકાર ત્યજવો પડશે.