Quotes by ભાવેશ રોહિત in Bitesapp read free

ભાવેશ રોહિત

ભાવેશ રોહિત Matrubharti Verified

@vsuztyto5243.mb
(11.8k)

તૃષા છુપાવવા  મૃગજળમાં પણ પાણી શોધું છું
હારી ચુકેલી બાજીમાં હજી એકકાની વાટ ગોતું છું
શ્વાસોશ્વાસની હરીફાઈમાં હવે કાળ જીતી જાય છે
માણસાઈ પણ હારી ગઈ હવે હું મોતની વાટ ગોતું છું

Read More

નાનપણમાં તમે ગમે ત્યારે પોલીસ, ડોકટર, એન્જિનિયર, વકીલ કંઈપણ બની શકો. પણ જ્યારે મોટા થઈ જાવ ત્યારે? ત્યારે તમે જ નક્કી નથી કરી શકતા કે તમે શું બનવા ઈચ્છો છો અથવા કંઈ તરફ પોતાનું ભવિષ્ય ઉજળું હશે. મિત્ર એ દસમાં ધોરણ પછી સાયન્સ લીધું એટલે આપણે પણ લેવાનું, તેણે સાયન્સમાં બાયોલોજી લીધું તો આપણે પણ લઈ લીધું. હમણાં 12માં ધોરણનું રિઝલ્ટ આવ્યું એટલે એડમિશન માટે નાસભાગ ચાલુ થઈ ગઈ હશે. આ નાસભાગમાં ઘણી વખત માબાપ પણ આજ ભૂલ કરતા હોય છે. બીજાની દેખાદેખીમાં પોતાના સંતાનની પાસે તેની ક્ષમતા કરતા અપેક્ષાઓ વધારે રાખે છે. જેથી બાળક ડિપ્રેશનમાં આવી જતું હોય છે. આ ડિપ્રેશનનું પરિણામ ક્યારેક ખૂબ મોટું ચૂકવવું પડતું હોય છે.ક્યારેય આપણે આપણી ક્ષમતા ચકાસતા નથી. નાસમજમાં કરેલી આપણી આજ ભૂલ ભવિષ્યમાં પહાડ જેવી મોટી લાગે છે. ભવિષ્યમાં એવુ લાગશે કે મેં આના કરતાં આ ફિલ્ડ પસંદ કરી હોત તો વધારે સારું થાત. અત્યારે બેરોજગારીનું પ્રમાણવધી ગયું છે તેનું પાછળનું આ પણ એક કારણ હોઈ શકે છે. પસંદગીનો વિષય ના હોય એટલે તેમાં રુચિ પણ ના રહે અને છેલ્લે તેની અસર પોતાના રિઝલ્ટ પર પડે છે. રિઝલ્ટ પર ખરાબ આવે એટલે તેની સીધી અસર તમારી કારકિર્દી ઉપર આવે. કોઈ પણ ફિલ્ડમાં કુદતા પહેલા પોતાની કાર્યક્ષમતાને તપાસવી જરૂરી છે. જો તમે અત્યારે તમારા રસના વિષયમાં ધ્યાન આપશો તો તમને ક્યારેય મુશ્કેલી નહીં આવે. હવે સૌથી મોટો પ્રશ્ન એ થશે કે આપણો રસનો વિષય કયો? મોટાભાગના વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવે છે કે કઈ ફિલ્ડમાં જવાથી પોતાની કારકિર્દી સારી બને.
આ માટે તમારે તમારા ગમતા વિષય વિશે યોગ્ય વ્યક્તિ પાસે તેના અનુરૂપ માર્ગદર્શન લેવું જોઈએ. હવે પહેલા જેવું નથી રહ્યું કે આર્ટ્સ, કોમર્સ, કે સાયન્સમાં જ જવાય. હવે શિક્ષણક્ષેત્રે ઘણી વૃદ્ધિ થઈ છે પોતાના મનગમતા દરેક વિષય સાથે જુદા જુદા અભ્યાસક્રમમાં તમે નિપુણ થઈ શકો છો.

Read More

જ્યારે કોઈની સાથે નવો સંબંધ બંધાયને ત્યારે તેની સાથે વિતાવેલા દરેક સમયને સ્મરણ રૂપે જકડી રાખવા માંગતા હોઈએ છીએ. પછી એ ચોકલેટના વેપર થઈ લઈને ફિલ્મની ટિકિટ સુધી બધુજ ડાયરીના છેલ્લા પાને કેદ કરી રાખીયે છીએ. દરેક ક્ષણને યાદગાર બનાવવાની કોશિશ કરીએ છીએ. પણ જ્યારે એ સંબંધ તૂટે ત્યારે શું?? ત્યારે સંઘરીને રાખેલી એ દરેક વસ્તુ પીડા આપે છે. યાદગાર બનાવેલી એ દરેક ક્ષણ દુઃખ પમાડે છે. જ્યારે એ ડાયરીના પીળા પડી ગયેલા પાના ફેરવતા એ ચોકલેટ વેપર કે ફિલ્મની ટિકિટ મળે ત્યારે એ વેદના સહન કરવી સહેલી નથી.

Read More

માટી થી સંબંધ બનાવી રાખો, સાહેબ
શુ ખબર ક્યારે સંદેશો આવી જાય
આજ માટીમાં દફન થવાનું છે અને
રાખ થઈને પણ આમાંજ ભળવાનું છે
જાણે ગમે તેટલા ઉડીલો આકાશમાં
પાછું ફરીને આ માટીમાં જ આવવાનું છે
આજ માટીએ પાલવ્યા છે
અને આજ માટી સંભાળશે

Read More

તને નિહાળવાની
તને પામવાની
તને મળવાની
તને ભેટવાની

તારા વગર, શુ ખબર આ ઈચ્છાઓનું શુ થશે !!!

ભાવેશ રોહિત લિખિત નવલકથા "ફરી મળીશું !!" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/23445/n-a

આ મોસમ કેમ બદલાઈ છે પછી ખબર પડી કે
આતો તારી યાદો ના વાવડ છે

-ભાવેશ રોહિત

હું તારાથી એટલો પણ અજાણ નથી કે
તું વિચારે ને હું સમજી ના શકું

-ભાવેશ રોહિત

" બત્રીસ લક્ષણો " ઘણીવાર આ શબ્દ રોજબરોજના જીવનમાં સાંભળ્યો હશે. પણ ક્યાં ક્યાં અને કેવા કેવા લક્ષણો એ ક્યારેય જોયા કે સાંભળ્યા નથી.

આપણે " મનુષ્યમાં બત્રીસ લક્ષણો હોય " કહીયે છીએ ખરા પણ ક્યાં ક્યાં લક્ષણો છે એ કોઈ જાણતું નથી. એમાના ઘણા લક્ષણો આપણે પશુ પક્ષીઓ પાસેથી પણ લેવાના છે. તો આવો જોઈએ એ બત્રીસ લક્ષણો.....

મનુષ્યના પાંચ લક્ષણો
૧) ક્ષમા
૨) સત્ય
૩) ધીરજ
૪) વાકપટુતા
૫) સ્વમાન

કાગડાના પાંચ લક્ષણો
૬) લાજ
૭) ચંચળતા
૮) સમય પરીક્ષા
૯) અવિશ્વાસ
૧૦) એકતા

કુતરાના છ લક્ષણો
૧૧) અલ્પનિદ્રા
૧૨) વફાદારી
૧૩) સાહસ
૧૪) ચપળતા
૧૫) કૃતજ્ઞતા
૧૬) સંતોષ

મોરના સાત લક્ષણો
૧૭) દેખાવમાં સુંદર હોવું
૧૮) ઉચ્ચ સ્થાને બેસવું
૧૯) શત્રુને મારવો
૨૦) યુક્તિપ્રયુક્તિ જાણવી
૨૧) મધુર સાંભરણ કરવુ
૨૨) સુઘડતા રાખવી
૨૩) સ્વસ્થ રહેવું

કુકડાના ચાર લક્ષણો
૨૪) વહેલા ઉઠવું
૨૫) પરિવારનું ભરણપોષણ
૨૬) સ્ત્રી પ્રેમ
૨૭) યુદ્ધમાં અડગ રહેવું

ગધેડાના ત્રણ લક્ષણો
૨૮) મહેનત
૨૯) દુઃખને ગણવું નહીં
૩૦) સંતોષી જીવન

બગલાનું એક લક્ષણ
31) ધ્યાન

સિંહનું એક લક્ષણ
32) પરાક્રમ કરતું રહેવું


- રોહિત ભાવેશ

Read More

માતૃભારતીના તમામ વાચકોનો ખૂબ ખૂબ આભાર જેઓએ મારી પહેલી જ નવલકથા " ફરી મળીશું !! " જેને 2000+ વાંચકો માંડ્યા અને 750+ ડાઉનલોડ થયા છે જે બદલ હું સર્વેનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો કિંમતી અભિપ્રાય આપવા વિનંતી.


ભાવેશ રોહિત લિખિત નવલકથા "ફરી મળીશું !!" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/23445/n-a

Read More