🍂🍁🍂🍁🍂🍁🍂🍁🍂🍁🍂🍁
હું ઈશ્વરથી સર્જાયેલો માણસ છું
હા, હું ઈશ્વરથી સર્જાયેલો માણસ છું.
હું માણસથી જ અભડાયેલો માણસ છું
હા, હું જાતિઓમાં વહેંચાયેલો માણસ છું
હું પત્થરથી અંજાયેલો માણસ છું
હા, હું ઘર્મથી ઢંકાયેલો માણસ છું
હું ચારિત્ર્ય થી ખરડાયેલો માણસ છું
હા, હું લાલચથી ટેવાયેલો માણસ છું
હું નફરતમાં સંડોવાયેલો માણસ છું
હા, હું મનથી ગંધાયેલો માણસ છું
હું નિરંતર ચર્ચાયેલો માણસ છું
હા, હું સંગતથી રંગાયેલો માણસ છું
હું રોકડે નચાયેલો માણસ છું
હા, હું ઇમાનથી વેચાયેલો માણસ છું
હું નિર્દોષ તોલાયેલો માણસ છું
હા, હું પડછાયે જોવાયેલો માણસ છું
હું માણસથી કહેવાયેલો માણસ છું
હા, હું ઈશ્વરથી સર્જાયેલો માણસ છું