મારી દુકાનમાં ઘણા બધા ગ્રાહક પોતાના પરિવાર સાથે ખરીદી કરવા આવતા હોય છે. ઘરના મુખ્ય વ્યક્તિ સિવાય બધાની ખરીદી થઈ જાય. ઘણીવાર હું અમુક ગ્રાહકને પૂછતો હોવ છું કેમ વડીલ આપની માટે કાંઈ નથી લેવું? ત્યારે એ વ્યક્તિ શુ જવાબ આપે કે આપણે તો દિવાળીની રાત્રે આવીશું ત્યારે મજા આવે ખરીદીની. તમને સાવ સામાન્ય લાગતા આ જવાબમાં છુપાયેલી હોય છે ઘણી બધી સમજણ. પોતાના નાનકડા પરિવારને લઈને ખરીદી કરવા નીકળેલ તે વ્યક્તિને પોતાના બજેટની ચિંતા હોય છે ક્યાંક ખુટીના જાય. ક્યારેક દીકરો કે દીકરી પોતાના માટે એકાદ કપડું વધારે ખરીદી કરે તો તે વ્યક્તિ કહે મારામાંથી એક શર્ટ કેન્સલ કરી દો હમણાંજ બે સિવડાવ્યા છે જે હજુ પહેર્યા પણ નથી. અને આમ બોલી પોતાનું એક શર્ટ ઓછું કરી નાખે. આખા પરિવારની ખરીદી કરાવ્યા પછી જો એ નાનકડા બજેટમાં કઇક બચે તો તે એમાંથી પોતાના માટે કંઈક લેવાનું વિચારે.