શબ્દોની પાંખો છે,ને શાહી આસમાન છે,
દિલ દરિયો સ્યાહી, કલમ મનની કમાલ છે;
લાગણી ના પૂરમાં, ધસમસતા પ્રવાહ માં,
સફર આ લેખિની ની, દિલદાર ધમાલ છે;
અશ્રુઓ છે મીઠડાં, ટહુકો કરતાં વસંત ને,
ઝાકળ ભીનાં ભાવે, ભીનો દિલ રુમાલ છે;
મોજ મસ્તી માણતાં, સ્ફુરિત સ્પંદન પ્રેમનાં,
હાસ્યની છોળો ઉડાડતા, યુગલો કમાલ છે;
વેદના માં ઘૂંટાતી, શબ્દાત્મક અભિવ્યક્તિ,
વિરહી અશ્રુઓની રેલી, ધીરજની ઢાલ છે;
આનંદ બેહિસાબ છે, ખોવાઈ ને પામી લેવો,
અંતરંગ શૂન્યમાં મનોલયે, જિંદગી કમાલ છે
-મોહનભાઈ આનંદ