Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલને ભેરુ ત્યાં જઈએ જ્યાં હોય લીલી વનરાજી.
હાલને ભેરુ ત્યાં જઈએ જ્યાં હોય હવા સદા તાજી.

કરે કિલ્લોલ પંખીડાંને દેતાં જાણે તરુવરને જગાડી,
હાલને ભેરુ ત્યાં જઈએ જ્યાં હોય સૌ કોઈ રાજી.

ખુલમખુલ્લા વાતાવરણમાં કૃષિકાર જ્યાં હો દેખાતો,
હાલને ભેરુ ત્યાં જઈએ જ્યાં હોય છાશ પણ ઝાઝી.

ચોખ્ખાં દૂધ ઘી જ્યાં મળે મગફળીને વળી શેરડીને,
હાલને ભેરુ ત્યાં જઈએ જ્યાં જવાથી સુધરે બાજી.

બદામ, બોર, ઉમરા, જામફળ હરખતાં આરોગીએ,
હાલને ભેરુ ત્યાં જઈએ જ્યાં પ્રકૃતિ સાક્ષાત બિરાજી.

મળે આવકાર મીઠો જ્યાં મેલાં વસ્ત્રમાંય હો માનવ,
હાલને ભેરુ ત્યાં જઈએ જ્યાં ન હોય શહેરી પાજી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111605067
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now